ક્રિકેટ જગત / વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની હાર બાદ રોહિત શર્માનું ભવિષ્ય મુશ્કેલીમાં! શું કેપ્ટન્સી છીનવાઈ જશે?

ક્રિકેટ જગત / વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની હાર બાદ રોહિત શર્માનું ભવિષ્ય મુશ્કેલીમાં! શું કેપ્ટન્સી છીનવાઈ જશે?

ક્રિકેટ જગત / વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની હાર બાદ રોહિત શર્માનું ભવિષ્ય મુશ્કેલીમાં! શું કેપ્ટન્સી છીનવાઈ જશે?

F
World Cup 2023: વર્લ્ડ કપમાં હાર બાદ હવે BCCI એક્શનના મૂડમાં જોવા મળી રહ્યું છે. એવામાં રોહિત શર્માની કેપ્ટન્સી પર પણ પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયું છે.

  • હાર બાદ રોહિત શર્માનું ભવિષ્ય મુશ્કેલીમાં?
  • શું કેપ્ટન્સી છીનવાઈ જશે?
  • BCCI લઈ શકે છે મોટા નિર્ણયો

આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાના સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હવે એક્શનની તૈયારીમાં છે અને રોહિત શર્માની સાથે મીટિંગ કરશે.

BCCI લઈ શકે છે મોટા નિર્ણયો
રિપોર્ટ અનુસાર BCCI રોહિતની સાથે મીટિંગમાં વનડે ક્રિકેટ અને ભારતીય ટીમના ભવિષ્યને લઈને પણ ઘણા મહત્વના નિર્ણય કરી શકે છે. આ મિટિંગમાં ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ હશે. મીટિંગમાં આવતા ચાર વર્ષનો પ્લાન અને વનડેમાં ટીમ ઈન્ડિયાના ભવિષ્ય પર ચર્ચા થશે.

તેના ઉપરાંત રોહિતને પુછવામાં આવી શકે છે કે તે વનડે ક્રિકેટમાં પોતાની કેપ્ટન્સી અને તેના ભવિષ્ય પર તેમનો મત મુકે. સૂત્રો અનુસાર રોહિત પહેલા જ જણાવી ચુક્યા છે કે તેમને ટી20માં રસ નથી. પરંતુ વનડેમાં પોતાના કરિયરને ક્યાં જુએ છે તે મહત્વનું છે.

વનડે વર્લ્ડ કપ સુધી 40ના થશે રોહિત
રોહિત 4 વર્ષ બાદ થવા જઈ રહેલા વનડે વર્લ્ડ કપ સુધી 40 વર્ષના થઈ જશે. તેના ઉપરાંત 2025માં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી પણ રમાશે. ત્યાં જ આવતા વર્ષે 6 વનડે મેચ રમાશે. નેક્સ કેપ્ટનના રૂપમાં કેએલ રાહુલ, શ્રેય અય્યર અને શુભમન ગિલના નામની પણ ચર્ચા છે.

Post a Comment

Previous Post Next Post